નમસ્કાર......
તાજેતરમાં 23 મે 2019 ના રોજ 17 મી લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા. દેશ ફરીથી 'મોદી' તરફ જનાદેશ આપ્યો. આ સાથે મોદી નહેરૂ અને ઈન્દિરા ગાંધી બાદ સતત બીજી વખત પ્રચંડ બહુમત મેળવનારા ભારતના ત્રીજા વડાપ્રધાન બન્યા છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ તથા NDA એ 350 સીટની નજીક સીટ મેળવી છે. જ્યારે ભાજપે એકલા હાથે ત્રણસો નો જાદુ આંકડો પાર કરવામાં સફળતા મેળવી છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસનો ગઢ મનાતી અમેઠી બેઠક પર ભવ્ય વિજય મેળવ્યો અને ટ્વીટ કર્યું ' કૌન કહેતા હૈ આસમાં મે સુરાખ નહીં હો સકતા....!!'. આ ઉપરાંત ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર પણ ભાજપનો વિજય થયો છે. આમ 23 મે 2019 ના રોજ ' દેશકા મહાત્યોહાર ' સમાપ્ત થયો પરંતુ સમગ્ર દેશ માટે એક નવી આશાનું કિરણ નીકળ્યું છે. જય હિન્દ , જાય ભારત
0 Comments