Author : Krutarth Vaghela                           
                      
                         થોડા સમય પહેલા પેરિસમાં વૈજ્ઞાનિકોની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં છેલ્લા 130 વર્ષથી ચાલતી કિલોગ્રામ મા૫વાની પદ્ધતિ બદલી નવી પદ્ધતિ અમલમાં મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે મુજબ પ્લેન્ક અચળાંક (કોન્સ્ટન્ટ) આધારિત પદ્ધતિ 20 મે, 2019થી લાગુ ૫ાડવામાં આવી છે. જે મુજબ કિલોગ્રામના વજનનું માપન કરવા માટે કિમ્બલ નામના ત્રાજવાનો ઉપયોગ કરવામાં આવશે. પેરિસના એક સેફમાં 90% પ્લેટિનમ અને 10% ઈરિડિયમના બનેલા 1 Kgના સિલિન્ડર પરથી એક કિલોગ્રામનું માપન કરવામાં આવતું હતું. જે સિલિન્ડરને ‘લા ગ્રાન્ડ’ નામથી ઓળખવામાં આવતું હતું. ઈ.સ.1889થી સુરક્ષિત આ સિલ્ડરની સાફ સફાઈ તથા પ્રદૂષણને કારણે તેના વજનમાં નહિવત જેવો તફાવત થયો હશે તેવું વૈજ્ઞાનિકો માને છે. તેથી વૈજ્ઞાનિકોએ પ્લેન્ક કોન્સ્ટન્ટ આધારિત નવી પદ્ધતિ અમલમાં મૂકી છે.

Sponsored Link : Read More